શાળા સલામતી અને સુરક્ષા

શાળા સલામતી અને સુરક્ષા

Share

૧. કોર્ષ વિશે માહિતી

નેશનલ એજ્યુકેશન પોલિસી, 2020 દરેક શૈક્ષણિક સંસ્થાનું ધ્યેય નિર્ધારિત કરે છે-

દરેક શૈક્ષણિકએ ખાતરી કરવી જોઈએ કે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સલામત અને પ્રોત્સાહન આપતું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે, દરેક બાળક આવકારની લાગણી અનુભવે અને તેની સંભાળ રાખવામાં આવે. તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ યોગ્ય સંસાધનો સાથે વ્યાપક શિક્ષણ અનુભવોની શ્રેણી અને સારી ભૌતિક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરે.

શાળા સલામતી અને સુરક્ષા' નો અર્થ એ છે કે બાળકો માટે તેમના ઘરેથી શરુ કરીને શાળા સુધી અને શાળાએથી ઘર સુધી સલામત વાતાવરણનું સર્જન કરવું, જેમાં ભૂકંપ, પૂર, વાવાઝોડુ અથવા કોવિડ -19 જેવા રોગચાળા અને અન્ય જોખમો કે જે વારંવાર અને નાના પાયે ઉદ્દભવતા હોય જેમ કે આગ, માર્ગ અકસ્માતો જે શાળામાં જતા બાળકોના જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા સંકટો સામે સજ્જતા કેળવવાનો છે.

શિક્ષણ મંત્રાલયે જે ઉલ્લેખ કર્યો છે તે મુજબ શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક વર્ગના કર્મચારિયો જેમ કે, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વગેરે, ભારતની શાળાઓમાં દિવસના લગભગ એક તૃતીયાંશ ભાગ અને વર્ષના ૨૨૦ દિવસ વિતાવે છે. એટલે કે જો વર્ગો દિવસમાં ૬ કલાક માટે રાખવામાં આવ્યા હોય, તો બાળક એક વર્ષમાં તેમના જાગવાના સમયના ૨૨ ટકા સમય શાળામાં વિતાવે છે. સ્થાનિક રહેવાશી શાળામાં બાળક, શાળાના વર્ષો દરમિયાન તેમના જીવનનો ૬૦ ટકા ભાગ શાળામાં વિતાવે છે. આમ, શાળાઓ બાળકના જીવનનો નોંધપાત્ર હિસ્સો બની રહે છે, અને એટલે જ તમામ બાળકોના શાળાઓમાં રોકાણને આરામદાયક, આનંદદાયક, સુરક્ષિત અને સલામત બનાવવાની જવાબદારી આપણી છે. તેથી, શાળા માટે એ મહત્વનું છે કે શાળા શિક્ષણ સાથે જોડાયેલા તમામ વ્યક્તિએ શાળાની સલામતી અને સુરક્ષા પ્રત્યેની તેમની સ્પષ્ટ ભૂમિકા અને જવાબદારીઓને સમજવી જોઈએ.

શિક્ષાનો અધિકાર એ ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકાર છે. આ અધિકારના સંદર્ભમાં શાળાઓ સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરવું ખૂબ મહત્વપૂર્ણ છે જેથી દેશના તમામ બાળકો તેમના શિક્ષાના અધિકારનો ઉપયોગ કરીને શિક્ષણનો આનંદ માણી શકે. આ ધ્યેયોને હાંસલ કરવામાં જી.આઇ.ડી.એમ, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય, જી. સી. ઈ. આર. ટી.અને યુનિસેફ, ગુજરાત ફિલ્ડ ઑફિસ દ્વારા શાળા સલામતી અને સુરક્ષા વિષય ઉપરના મુખ્ય પાસાઓની વિગતવાર માહિતી પ્રદાન કરતો એક સ્વ-અધ્યન અભ્યાસક્રમ વિકસાવવામાં આવ્યો છે. આ કોર્ષ, ઉપલબ્ધ શાળા કક્ષાની નીતિઓ અને માર્ગદર્શિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સરળ રીતે અને અરસપરસ વિવિધ મુખ્ય હિસ્સેદારોની ભૂમિકાઓ અને જવાબદારીઓના સંદર્ભમાં શાળા આપત્તિ જોખમ ઘટાડા અંગેના જ્ઞાનમાં વધારો કરે છે.

૨. આ કોર્ષ શા માટે મહત્વનો છે?

૧. શાળા સમુદાય

આ કોર્ષ શાળા વહીવટી તંત્ર સાથે જોડાયેલ અધિકારીઓ, (School Administration), શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત તમામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ કોર્ષ તાલીમાર્થીઓને શાળાની સલામતી અને સુરક્ષાના મૂળભૂત બાબતોથી વાકેફ કરશે અને બાળકો માટે સલામત અને સુરક્ષિત વાતાવરણના નિર્માણમાં યોગદાન આપતી સૂચિત ક્રિયાઓને અમલમાં મૂકવા સક્ષમ બનાવશે.

૨. સરકારી અધિકારીઓ

સરકારના મુખ્ય હિસ્સેદારો (stakeholders)ને પણ સ્થાનિક જોખમો, તેની અસર અને જોખમ આધારિત વિકાસ યોજનાઓ (Risk–Informed Development Plan) વિકસાવવા જ્ઞાન/માહિતી પૂરી પાડશે. જેથી રાજ્ય સ્તરે શાળા સલામતી અને સુરક્ષાના પગલાંઓને ધ્યાનમાં લઈ અસરકારક અને કાર્યક્ષમ રીતે નીતિ ઘડવાની વ્યૂહરચનાઓને વધુને વધુ જરૂરી માહિતી મળશે.

વધુમાં, આ કોર્ષ કોઈપણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે શાળા સલામતી અને સુરક્ષાની મૂળભૂત સમજ વિકસાવવા માગે છે.

૩. તમારે આ કોર્ષ શા માટે કરવો જોઈએ?

દરેક શાળા માટે એ સમજવું જરૂરી છે કે શાળા શિક્ષણ સાથે સંબંધિત દરેક વ્યક્તિએ શાળાની સલામતી અને સુરક્ષા પ્રત્યેની તેની સ્પષ્ટ ભૂમિકાઓ અને જવાબદારીઓને સમજવી જોઈએ. આનાથી તેઓ યોગ્ય પગલાં લેવા તરફ પ્રેરાશે, કે જે જોખમ શમન ઉપરાંત વિકાસલક્ષી પણ હશે. આનાથી, વિદ્યાર્થીઓ અથવા સ્ટાફને કોઈપણ પ્રકારની ઘટનાથી નુકસાન પહોંચાડનારું જોખમ દૂર થઈ જશે. કોવિડ-19 રોગચાળાએ સમગ્ર શાળા સમુદાય (School Community) ના સ્વાસ્થ્યને જાળવવાનો પડકાર ઉભો કર્યો છે. જેનાથી શાળામાં શારીરિક અંતર (physical Distancing) માટે એક નવું પરિમાણ ઉમેરાયું છે, જે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ભૌતિક પાસાઓ સાથે જ નહીં પણ સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને માનસિક સુખાકારી સાથે પણ સંબંધિત છે. સમગ્ર શાળા અભિગમ (Whole School Approach) એ માનવતાવાદી અને વિકાસલક્ષી અભિગમ પર આધારિત છે જે ખાસ કરીને બાળકોને સામાન્ય રીતે સમાજ પ્રત્યે જવાબદારી અને જવાબદારીની સામૂહિક ભાવનાને એકીકૃત કરે છે. આમ, તમામ હિતધારકોનો સમાવેશ અને સહભાગિતા એ સમગ્ર શાળા અભિગમની ચાવી છે.

આ સંદર્ભમાં, વ્યક્તિએ શાળાની સલામતી અને સુરક્ષાના મૂળભૂત બાબતોથી વાકેફ હોવું જરૂરી છે અને આથી જ આ કોર્ષ આપત્તિના જોખમને સમજવા, જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ અને વ્યવસ્થાપન માટે સશક્તિકરણ તરફના પગલાં તરીકે કાર્ય કરશે. વધુમાં, આ કોર્ષ સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (SFDRR), સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યો ૨૦૩૦ (Sustainable Development Goal 2030) અને PM 10 પોઈન્ટ એજન્ડા જેવા મહત્વપૂર્ણ માળખાઓને અનુરૂપ બનાવવામાં આવ્યો છે.

૪. કોર્ષ પાસેથી શું અપેક્ષા રાખવી?

આ કોર્ષને મુખ્યત્વે પાંચ લર્નિંગ મોડ્યુલમાં વહેચવામાં આવ્યો છે, જેમાં વીડિયો, વિવિધ વાંચન સામગ્રી અને ક્વિઝનો સમાવેશ થાય છે.

૧. મોડ્યુલ ૧. ચાલો, શાળા સલામતીને સમજીએ!

ઈ-કોર્ષના આ પ્રથમ મોડ્યુલમાં તમામ તાલીમાર્થીઓએ શાળાની સલામતી અને સુરક્ષાની ખાતરી કેવી રીતે કરવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

૨. મોડ્યુલ‌ ૨: શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન

બીજું મોડ્યુલ, આપત્તિના જોખમો અને તેના ઘટકોને સમજવી, શાળાના સંદર્ભમાં આપત્તિ જોખમ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓથી વાકેફ કરશે.

૩. મોડ્યુલ ૩: સલામત શિક્ષણ સુવિધા

સલામત શિક્ષણ સુવિધા એ ઈ-કોર્ષનું ત્રીજું મોડ્યુલ છે જે માળખાકીય અને બિન—ાળખાકીય ઘટકો, પાણી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય (WASH) સુવિધાઓ અને વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતા જોખમો વિશે વાત કરશે.

૪. મોડ્યુલ‌ ૪: શાળામાં બાળકોની સલામતી અને સુરક્ષા

ચોથું મોડ્યુલ હિંસા (શારીરિક, જાતીય, ભાવનાત્મક અને ઓનલાઈન/સાયબર), બાળ સુરક્ષા મશીનરીનું માળખું અને રિપોર્ટિંગ મિકેનિઝમ, બાળ અધિકાર કાયદા અને હિતધારકોની ભૂમિકાઓ અને જવાબદારીઓને સમજવા અને ઓળખવા વિશે વાત કરશે.

૫. મોડ્યુલ 5: શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન યોજના

શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન યોજના પરનું પાંચમું અને છેલ્લું મોડ્યુલ સહભાગીઓને શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન યોજના(SDRMP) ના વિકાસ વિશે માહિતી અપાશે જેમાં, આપત્તિના જોખમોને ઓળખીને અને જોખમ ઘટાડવાની ક્રિયાઓ/પ્રવૃતિઓ વિકસાવવા તૈયારી, પ્રતિભાવ અને શાળા સ્તરે પુનઃપ્રાપ્તિ પગલાંઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

૫. આ કોર્ષમાં કેવી રીતે જોડાવું?

અભ્યાસક્રમની વિગતો GIDMના પોર્ટલ પર ઉપલબ્ધ છે :

આ એક સ્વ-અધ્યન અભ્યાસક્રમ હોવાથી, તમે તમારા યુજરનેમ અને પાસવર્ડ સાથે લૉગ ઇન કરીને, તમે જ્યાંથી કોર્સે બાકી રખ્યો હોય ત્યાંથી તમે કોઈપણ સમયે કોર્ષ ચાલુ રાખી શકો છો.

વધુ માહિતી મેળવવા માટે તમે eaapm-gidm@gujarat.gov.in, અથવા, lms-gidm@gujarat.gov.in પર આમારો સંપર્ક કરી શકો છો.