આપત્તિઓના વ્યવાસ્થપન ઉપરના ક્ષમતાવર્ધન માટે જીઆઇડીએમ અને એડીપીસીએ હાથ મેળવ્યા

આપત્તિઓના વ્યવાસ્થપન ઉપરના ક્ષમતાવર્ધન માટે જીઆઇડીએમ અને એડીપીસીએ હાથ મેળવ્યા

Share

આપત્તિઓના વ્યવાસ્થપન ઉપરના ક્ષમતાવર્ધન માટે જીઆઇડીએમ અને એડીપીસીએ હાથ મેળવ્યા (ભાગીદારી કરી)

વર્ણન :

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર (ADPC) બેન્ગફોર્ક, થાઇલેન્ડ વચ્ચે તા. – ર૧ મી માર્ચ – ર૦૧૮ ના રોજ જીઆઇડીએમ ગાંધીનગર ખાતે MOU ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

સમુદાયોની સ્થિતિસ્થાપકતા વધારવા માટે, આપત્તિના જોખમો ઘટાડવા અને નવા અને ઉદભવી રહેલા વિષયવસ્તુ ઉપર અસરકારક અને સંયુકત સંશોધન અને તાલીમ હાથ ધરવા અને બંને સંસ્થાનોની ક્ષમતામાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

સહકારનું ક્ષેત્ર :

  • ડીઆરઆર (DRR) તાલીમ અને ક્ષમતા વિકાસનું સુદઢીકરણ
  • તાલીમ અને અભ્યાસક્રમો વિકસાવવા અને હાથ ધરવા.
  • ડી.આર.આર. (DRR) ના જ્ઞાનને આગળ વધારવાનું, પ્રયોગોની આપ – લે

સંયુકત યોજનાઓ સમજૂતી યાદી જી.આઇ.ડી.એમ. ના મહાનિર્દેશક શ્રી. પી. કે. તનેજા અને કાર્યપાલક નિયામક એ.ડી.પી.સી. (ADPC) શ્રી હાન્સ ગુરુમેન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવી છે.

એશિયન ડિઝાસ્ટર પ્રેરેડેનેસ સેન્ટર (એડીપીસી), બેંગકોક વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.adpc.net