જીઆઈડીએમ GIDM અને ફિક્કી FICCI વચ્ચે કરવામાં આવેલ સમજૂતી યાદી MOU

જીઆઈડીએમ GIDM અને ફિક્કી FICCI વચ્ચે કરવામાં આવેલ સમજૂતી યાદી MOU

Share

૧૪ માર્ચ, ૨૦૧૮ ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ ૩૩મી રસાયણિક ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન ચર્ચાસભા (કોન્ફરન્સ) દરમિયાન ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય સચિવ શ્રી જે એન સીંઘની ઉપસ્થિતિમાં ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન (GIDM) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ (FICCI) વચ્ચે આ સમજૂતી યાદી (MOU) કરવામાં આવેલ.

સમજૂતી યાદી, અગ્રતાક્રમે રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન (CIDM) અને રાસાયણિક જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ડિઝાસ્ટર્સ (CBRN) ના ક્ષેત્રમાં તાલીમ અને ક્ષમતા વર્ધનની જરૂરિયાતને સંબોધે છે.

સહકારનું ક્ષેત્ર -

  • રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન અને રાસાયણિક જેવી કે, રેડિયો કાર્યક્રમો સંયુક્તપણે લોજીકલ અને ન્યુક્લીયર આપત્તિ જેવા અગ્રતાક્રમના તાલીમ કાર્યક્રમો સંયુક્તપણે વિકસાવવા અને કરવા.
  • સીઆઈડીએમ (CIDM) અને સીબીઆરએન (CBRN) તાલીમ ક્ષમતા મજબૂત કરવી.
  • સીબીઆરએન (CBRN) જ્ઞાન, અનુભવોની આપ – લે અને સંયુક્ત યોજનાઓને સહાય કરવી અને આગળ વધારવી.

સમજૂતી યાદી ઉપર જીઆઈડીએમ (GIDM) ના મહાનિર્દેશક શ્રી પી. કે તનેજા અને ડેપ્યુટી સેક્રેટરી જનરલ ફિક્કી (FICCI) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (એફઆઈસીસીઆઈ), નવી દિલ્હી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો : http://ficci.in/