હિરોશિમા યુનિવર્સિટી જાપાન

હિરોશિમા યુનિવર્સિટી જાપાન

Share

હિરોશિમા યુનિવર્સિટી જાપાન

નવેમ્બર ૨૦૧૬માં ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), ગુજરાત.

ભારત અને હિરોશિમા યુનિવર્સિટી (HU) હિરોશિમા, જાપાન વચ્ચે સમજૂતી યાદી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે સમજૂતી યાદી નવેમ્બર – ૨૦૨૧ સુધી અમલમાં રહેશે.

સંયુક્ત યાદીનો ઉદ્દેશ્ય બે દેશો અને બે સંસ્થાનો વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રે બન્ને મળીને કામ કરવા અને આદાન પ્રદાન કરવા તથા શિક્ષણની પ્રગતિ અને અદ્યતનતામાં ફાળો આપવા પરસ્પર સમજૂતીને આગળ વધારવા સમજૂતી કરવાનો છે. તેનું ધ્યેય અસરકારક રીતે સમુદાયોની સ્થિતિસ્થાપકતા વધારવા માટે આપત્તિના જોખમો ઘટાડવાના માળખા હેઠળ ખાસ કરીને ભૂકંપ, સુનામીના શિક્ષણ અને શોધ કાર્યક્રમો મજબૂત કરવાનું છે.

સહકારનું ક્ષેત્ર :

  • સંયુક્ત શોધને આગળ વધારવું.
  • ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફની આપ – લે.
  • સ્નાતક વિદ્યાર્થીઓની આપ – લે.
  • Eશોધ પરિણામો, શૈક્ષણિક પ્રકાશનો અને અન્ય શૈક્ષણિક માહિતીની આપ – લે
  • બન્ને યુનિવર્સિટીઓને મંજૂર હોય તેવા અન્ય શૈક્ષણિક કાર્યક્રમો.

સમજૂતી યાદી ઉપર જીઆઈડીએમ ના મહાનિર્દેશક શ્રીમતી અંજુ શર્મા અને એચ યુ (HU) ના પ્રેસિડેન્ટ ર્ડા. મિત્સુઓ ઓચીએ હસ્તાક્ષર કર્યા છે.

હિરોશિમા યુનિવર્સિટી, જાપાન વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.hiroshima-u.ac.jp/en