જીઆઈડીએમ અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ વચ્ચે થયેલ સમજૂતી યાદી.

જીઆઈડીએમ અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ વચ્ચે થયેલ સમજૂતી યાદી.

Share

 

જીઆઈડીએમ (GIDM) અને ગુજરાત યુનિવર્સિટી એમ ગુજરાતના બે સર્વોચ્ચ સંસ્થાનો વચ્ચે લાંબાગાળાના સંબંધો માટે સમજૂતી યાદી કરવામાં આવી છે.

બન્ને સંસ્થાનો ગુજરાત અને તેની પ્રજા આપત્તિ નિવારણ, શમન અને વ્યવસ્થાપનમાં બધા ક્ષેત્રોમાં સહકાર વડે તાલીમબધ્ધ થાય તે ગુજરાત સરકારને મદદરૂપ થવાની આશા રાખે છે.

જીયુ (GU) અને જીઆઈડીએમ (GIDM) વચ્ચેના સંબંધો ગુજરાત યુનિવર્સિટીના છત્ર હેઠળ કાર્યરત બધી કોલેજોમાં આપત્તિ સાથે જોડાયેલા તાલીમ કાર્યક્રમોના અમલ માટે તુરંત જ પરિણમશે.

આ ૩.૫ લાખ વિદ્યાર્થીઓને ફક્ત તેમની સલામતી માટેજ નહી પરંતુ રાજ્યને આપત્તિ વ્યવસ્થાપન સાથે કામ પાર પાડવામાં જરૂરી જ્ઞાન અને તાલીમ સાથે સજ્જ કરવામાં મદદરૂપ થશે.

આ સમજૂતી યાદી જીઆઈડીએમ (GIDM) ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી હિમાંશુ પંડ્યા દ્વારા હસ્તાક્ષરીત કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી (જી.યુ), અમદાવાદ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: http://www.gujaratuniversity.ac.in