મહાનિર્દેશકનો સંદેશ

મહાનિર્દેશકનો સંદેશ

Share
Shri P K Taneja, IAS પી. કે. તનેજા, આઈ.એ.એસ. - સેવાનિવૃત્ત (પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર)
ડિરેક્ટર જનરલ, જી. આઈ. ડી. એમ.

૨૦૦૧ ના ભૂજના ભૂકંપ પશ્ચાત ગુજરાત આપત્તિ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર બદલાવનું સાક્ષી બન્યું છે. નવો અભિગમ એમાંથી આવ્યો છે કે વિકાસની પ્રક્રિયા સાથે આપત્તિ વ્યવસ્થાપન અને શમન સાંકળવામાં ન આવે ત્યાં સુધી ટકાઉ વિકાસ શક્ય નથી. આ રીતે રાજ્ય રાહત કેન્દ્રી અભિગમમાંથી નિવારણ, શમન, પૂર્વતૈયારી અને સંકલીત પ્રતિભાવ તરફના અભિગમનું સાક્ષી બન્યું છે.

૨૦૧૫માં એકબીજાને સાંકળતી ત્રણ આંતરરાષ્ટ્રીય સમજુતીઓ થઈ, જેમ કે (૧) સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડીઝાસ્ટર રીસ્ક રીડક્શન (SFDRR) ; (૨) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) (૩) પેરીસ એગ્રીમેન્ટ ઓન ક્લાઈમેટ ચેન્જ (COP – 21). તેનો હેતુ દેશોને એકત્ર કરવા અને તેમને સમગ્ર અને સર્વગ્રાહી ટકાઉ વિકાસ અંગે માર્ગદર્શન આપવાનો છે. ભારત આ આંતરરાષ્ટ્રીય સમજુતીઓનું પક્ષકાર હોઈ, જીઆઈડીએમ નું લક્ષ્ય હયાત સ્થાનીક પધ્ધતિ તંત્રનું સુદ્રઢીકરણ કરી આપત્તિઓના જોખમને ઘટાડવા અને અસરકારક પ્રતિભાવ માટે પૂર્વ ચેતવણી અને પૂર્વ તૈયારી અને પુન:ર્વસન તથા પુનઃનિર્માણ દરમિયાન પહેલાંથી સારી સ્થિતિ ઉભી કરવા - Build Back Better તેનો અમલ કરવાનું છે.

ગુજરાતમાં આપત્તિ પછી થતા જાનમાલના નુકશાન અને પડકારોનો આપણે જે સામનો કરીએ છીએ તેને બધા જ સ્ટેકહોલ્ડર્સનાં સંયુક્ત પ્રયત્નો, સંકલન અને સહકાર દ્વારા ક્ષમતાવર્ધન કરી મોટા પ્રમાણમાં ઘટાડી શકાય.

હું માનુ છું કે લોકસમૂહમાં સ્થિતિસ્થાપકતા (Resillience) ઉભી કરવી આપણી ફરજ છે અને તે અર્થે જ્ઞાનની વહેંચણી, માનવ સંસાધન વિકાસના અનુભવો, જનશિક્ષણ, અને સમુદાયોની જાગૃતિ માટે આપણે મંચ પુરો પાડવો જોઈએ.

બધા સ્તરે આપત્તિના જોખમો ઘટાડવા માટેની જનજાગૃતિ ઉભી કરવાની પહેલમાં બધા સ્ટેકહોલ્ડર્સને ભાગ લેવા હું વિનંતિ કરું છું.