વિઝન, મિશન અને ઉદ્દેશો

વિઝન, મિશન અને ઉદ્દેશો

Share

જીઆઈડીએમ ને આપત્તિ વ્યવસ્થાપન લગતી તાલીમ, શિક્ષણ અને સંશોધન સંબંધિત અદ્યતન અને અગ્રેસર સંસ્થા તરીકે ઉભી કરવી. જીઆઈડીએમ આપત્તિનાં નિવારણ, શમન, પૂર્વતૈયારી, રાહતો, પુનર્વસન, પુનઃનિર્માણ, અને ટકાઉ વિકાસના ખાસ ક્ષેત્રમાં અધિકારીઓ અને રાજ્ય અને જીલ્લા વહીવટી તંત્ર, સ્વાયત્ત સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ ના અન્યોની કાર્યવાહકોની ક્ષમતા સુદ્રઢ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

બધા મધ્યસ્થોને તેમની વ્યક્તિગત ક્ષમતા વિકસાવવા, યોગ્ય સમજણ કેળવવા તથા યોગ્ય આપત્તિ વ્યવસ્થાપનના કાર્યો પૂર્ણ કરવા માટે જ્ઞાન અને કુશળતા પૂરી પાડી રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન અંગે સંસ્થાગત ક્ષમતા સુદ્રઢ કરશે.

 • આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતા ઉભી કરવા માટે રાજ્યમાં સર્વોચ્ચ સંસ્થાન તરીકે કાર્ય કરશે.
 • બધા મધ્યસ્થોને આપત્તિ વ્યવસ્થાપન લગતી તાલીમ પુરી પાડશે.
 • જુદા જુદા સરકારી વિભાગો, કચેરીઓ, મંડળો, નિગમો, સ્થાનિક સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ અને અન્ય જે – તે સાથે જોડાવા માંગતા હોય તેમની તાલીમની જરૂરીયાતોનું મુલ્યાંકન કરશે.
 • આપત્તિ અંગેનાં શિક્ષણ અને વ્યવસ્થાપનમાં માનવ સંસાધન વિકાસ, જનશિક્ષણ અને સમુદાયોની જાગૃતિ, સલામતી વગેરે માટે પ્રવૃત્તિઓ હાથ ધરશે.
 • કુદરતી અને માનવસર્જીત બન્ને પ્રકારોને સમાવી લેતા આપત્તિ વ્યવસ્થાપન અને શમન અંગેની ગુણવત્તાયુક્ત યોજનાઓ હાથ પર લેશે.
 • આપત્તિ વ્યવસ્થાપન અંગેની માહિતિના સ્ત્રોત તરીકે કામ કરશે અને તે માટે કિસ્સાઓનો અભ્યાસ, મેળવેલ બોધપાઠ અને ઉત્તમ પધ્ધતિઓ સહિત ક્ષેત્રિય અનુભવોનું દસ્તાવેજીકરણ કરશે.
 • પુસ્તકાલયની સ્થાપના કરશે અને આપત્તિ વ્યવસ્થાપનના જ્ઞાનનો વિસ્તાર કરશે.
 • નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ અને આપત્તિ વ્યવસ્થાપનમાં નિષ્ણાત વ્યક્તિઓ સાથે ભાગીદારીની સુવિધા કરશે.
 • આપત્તિ શમન અને વ્યવસ્થાપનના સર્વગ્રાહી કેન્દ્ર તરીકે કામ કરશે.
 • પોતાની રીતે અથવા અન્ય સંસ્થાનો / યુનિવર્સિટીઓ (સ્થાનિક / રાજ્ય / આંતરરાષ્ટ્રીય) ના જોડાણમાં ડીગ્રી / ડીપ્લોમા / સર્ટીફીકેટ આપવા અંગેના અભ્યાસક્રમો ચલાવશે.
 • ન્યુઝલેટર્સ / જર્નલ્સ / રિપોર્ટસ, પ્રસંગોપાત પેપર્સ, અભ્યાસ અહેવાલોનું પ્રકાશન હાથ ધરશે.