જીઆઈડીએમ અને યુએનડીઆરઆર – વન એ – ગેટી વચ્ચે સહકારની યાદી.

જીઆઈડીએમ અને યુએનડીઆરઆર – વન એ – ગેટી વચ્ચે સહકારની યાદી.

Share

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને યુનાઈટેડ નેશન્સ ઓફીસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રિડક્શન ફોર નોર્થ ઈસ્ટ એશિયા એન્ડ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનીંગ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDDR – ONE A – GETI) ઈનચેઓન, રિપબ્લિક ઓફ કોરીઆ વચ્ચે ૨૦ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ સહકારની યાદી (MOC) સહી કરવામાં આવી હતી.

આ સહકાર યાદી હેઠળ બન્ને સંસ્થાનોએ ક્ષેત્રમાં આપત્તિ સામેની લવચીકતા વધારવા માટે ક્ષમતા વર્ધન અર્થે સંયુક્તપણે કામ કરવા માટે સ્વીકાર્યું છે. આ અંગેના ચાવીરૂપ વિસ્તારો. :

  • ડીઝાસ્ટર રિસ્ક રિડક્શન માટેના સેન્ડાઈ ફ્રેમવર્કના અસરકારક અમલ માટે અને તેમાં યોગદાન આપવા માટે સ્થાનિક સરકારો, શિક્ષણ વિદો, નાગરિક સંસ્થાઓ, અને ખાનગી ક્ષેત્રના વિવિધ મધ્યસ્થોને રોકવા
  • ઓનલાઈન ટ્રેઈનીંગ સહિત જુદી જુદી પધ્ધતિઓ દ્વારા સ્થાનિક સ્તરે ડીઆરઆર (DRR) માટેના સેન્ડાઈ ફ્રેમવર્કમાં પ્રવૃત્ત થવા અને તેના અમલ દ્વારા ડીઆરઆર (DRR) ક્ષમતા ઉભી કરવા માટે હિમાયત કરવી અને તેને આગળ વધારવી.
  • ડીઆરઆર (DRR) યોજનાઓ અને વ્યુહરચનાઓ વિકસાવવા અને સફળતાપૂર્વક અમલ કરવા માટે સ્થાનિક સરકારોની ક્ષમતા વધારવી.
  • રાષ્ટ્રીય અને સ્થાનિક જોખમોના મુલ્યાંકન આધારે આબોહવામાં બદલાવ અને સ્વીકૃતિ અને આપત્તિઓ ઘટાડવાને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના બીજા પગલામાં વિકાસની ભૂમિકા ભજવનારાઓને પ્રવૃત્તિ કરવા અને વિચારણામાં લેવા.

આ સમજૂતી યાદી જીઆઈડીએમ (GIDM) ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને યુએનઆઈએસડીઆર વન એ – ગેટી (UNDDR – ONE A – GETI) ના હેડ શ્રી સંજય ભાટીયા દ્વારા સહી કરવામાં આવી હતી.

યુએનઆઈએસડીઆરઆર વિશે વધુ માહિતી માટે ઉત્તરપૂર્વ એશિયા અને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (ONEA-GETI) નું કાર્યાલય, કૃપા કરીને મુલાકાત લો: https://www.unisdr.org/incheon