રિત્સુમેકાન યુનિવર્સિટી, જાપાન

રિત્સુમેકાન યુનિવર્સિટી, જાપાન

Share

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન (GIDM) અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મિટિગેશન ફોર અર્બન કલ્ચરલ હેરીટેજ (Rits DMUCH), રિત્સુમેકાન યુનિવર્સિટી (જાપાન) વચ્ચે શોધ અને શિક્ષણ ઉપર મળીને કામ કરવા માટે સમજૂતી યાદી કરવામાં આવી છે.

હેતુ

બન્ને સંસ્થાનોની પશ્ચાદભૂમિ અને ભાગીદારીના ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને લેતાં આ સમજૂતી યાદી (MOU) જીઆઈડીએમ (GIDM) અને રિટ્સ ડીએમયુસીએચ વચ્ચે સહકારના માળખાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે બન્ને એ અરસપરસ નક્કી કરેલ સાધનો અને પધ્ધતિઓ દ્વારા ખાસ કરીને સંયુક્ત તાલીમ સેવાઓ, તાલીમની ક્ષમતાનું મજબૂતીકરણ અને વિકાસ તથા તાંત્રિક કુશળતા ઉપરનો સહકાર હશે.

જીઆઈડીએમ અને રિત્સ ડીએમયુસીએચ (Rits DMUCH) તેમના પોતપોતાના પ્રગતિમાં હોય તેવા કાર્યક્રમો અને યોજનાઓમાં સાથે કામ કરીનુ જ્યાં લાગુ પાડી શકાય એમ હોય ત્યાં આ સમજૂતી યાદીના હેતુઓનો અમલ કરવા માટેના રસ્તાઓ નક્કી કરવા માટે એકબીજા સાથે જોડાણ કરશે.

સહકારનું ક્ષેત્ર

  • પોતાની નિયમિત પ્રવૃત્તિઓ માટે સ્વીકારી શકાય તેવી હદમાં શોધ અને તપાસ માટે સાથીદાર તરીકે સહકાર કરશે.
  • બન્ને પક્ષના ફેકલ્ટી સામાન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને જોખમોના વ્યવસ્થાપન ઉપરના આંતરરાષ્ટ્રિય તાલીમ કાર્યક્રમો જેવા વિશિષ્ટ વ્યવસાયિક કાર્યક્રમો માટે સાથીદાર તરીકે સહકાર કરશે.
  • સાંસ્કૃતિક વારસાની સંસ્કૃતિને આગળ વધારવા અને તેને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ મળે તે માટે જાળવણી અને જોખમોના વ્યવસ્થાપન દ્વારા બન્ને સંસ્થાઓના સંશોધકો શોધ દ્વારા સહકાર કરશે જ્ઞાનનું આદાનપ્રદાન કરશે.

ડીસેમ્બર – ૨૩, ૨૦૧૩ ના રોજ સંમતિ આપી અને સહી કરી.

શહેરી સાંસ્કૃતિક હેરિટેજ માટે આપત્તિ સંકલન સંસ્થા વિશે વધુ માહિતી માટે, રિત્સ્યુમ્યુકન યુનિવર્સિટી (આર-ડીએમયુચસી), જાપાન, કૃપા કરીને મુલાકાત લો: http://r-dmuch.jp/en/