- Site Counter:2,977,037
- Visitors:
- Today:2,394
- This week:21,977
- This month:93,736
- This year:786,548
૫ એપ્રિલ – ૨૦૧૮ ના રોજ જીઆઈડીએમ (GIDM) ગાંધીનગર ખાતે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન (GIDM) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) વચ્ચેની સમજૂતી યાદી (MOU) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સહકારનું ક્ષેત્ર :
આપત્તિ દરમિયાન અસરકારક વ્યવસ્થાપન માટે, પોલીસ, હોમગાર્ડઝ સિવિલ ડિફેન્સ અને સંબંધિત અન્ય યુનિફોર્મ સેવાઓનું ક્ષમતા વર્ધન કરવા માટે સમજૂતી યાદી (MOU) ધ્યાન કેન્દ્રિત કરે છે. આ આપત્તિના જોખમો ઘટાડવાના અસરકારક તાલીમ અભ્યાસક્રમો ચલાવવા માટે, સંયુક્તપણે હાથ ધરવા માટે અને નવા ઉભરી આવતા વિષયો ઉપર તાલીમ આપવા માટે બન્ને સંસ્થાનોની પૂરક તાકાત બનશે.
આ સમજૂતી યાદી ઉપર (MOU) જીઆઈડીએમના (GIDM) મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને મહાનિર્દેશક આર આર યુ (RRU) શ્રી વિકાસ સહાય દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ), અમદાવાદ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: http://www.rsu.ac.in/