મહાનિદેશકશ્રીનો સંદેશ

મહાનિદેશકશ્રીનો સંદેશ

Share
Dr. Rajiv Kumar Gupta, IAS - Retd. ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, આઈ.એ.એસ. - સેવાનિવૃત્ત (પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર)
મહાનિદેશક, જી.આઈ.ડી.એમ.

કોવિડ-19 કે જેનાંથી લાખોની સંખ્યામાં લોકોને સહન કરવું પડ્યુ અને ઘણા મૃત્યુ પણ થયા,એના કરતા પણ પહેલાથી જ વિશ્વભરમાં આપત્તિનું જોખમ સતત વધી રહ્યું છે. જોખમી પરિસ્થિતિઓનું નિર્માણ કરનારી ઘણી માનવીય પ્રવૃત્તિઓને કારણે સઘન અને વ્યાપક જોખમોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. જેમ જેમ જોખમો વધતા જાય છે તેમ તેમ દરેક વ્યક્તિ સુધી પણ તે આપત્તિની અસર થયેલી હોઇ દરેક સમુદાય અને સિસ્ટમ પર વિશેષ અસર જોવા મળે છે. આપત્તિઓની અસર માત્ર એક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી કારણ કે વૈશ્વિક અસરો સ્થાનિક વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે અને સ્થાનિક અસર વૈશ્વિક વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. તદુપરાંત, આફતોની અસરો વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે,જેના કારણે પડકારોના નવા સમૂહની ઉત્ત્પતિ થાય છે.

2015 પછી વિશ્વમાં ત્રણ એકબીજા સાથે જોડાયેલા કરારો જેવા કે, સેન્ડાઈ ફ્રેમવર્ક ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (SFDRR), સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને પેરિસ એગ્રીમેન્ટ ઓન ક્લાઈમેટ ચેન્જ (COP21) જોયા, જેને અપનાવીને જોખમને જાણી ટકાઉ વિકાસ પર કામ કરવા સારુ દરેક દેશો સહમત થયા. આ કરારો 2030 સુધીમાં જોખમનું સંચાલન કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય પગલાંનો વૈશ્વિક કક્ષાએ પાયો પૂરો પાડે છે. ભારત આ આંતરરાષ્ટ્રીય કરારો પર હસ્તાક્ષર કરનારાઓમાંનો એક છે, એટલા માટે જ , GIDM એ સ્થાનિક સ્તરે ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. આ રીતે, જોખમ ઘટાડવાની પ્રવૃત્તિઓ રોજબરોજની વહીવટી બાબતોનો આવશ્યક ભાગ બની જાય છે, અને વધુ સારા પ્રતિસાદોની સુવિધા માટે હિતધારકોની ક્ષમતાઓ મજબૂત બને છે.

વિવિધ વૈશ્વિક મંચોમાં તે વ્યાપકપણે સ્વીકાર્ય છે કે, આપત્તિના જોખમોને વધુ સારી રીતે સમજવા અને સંબોધવા તેમજ સ્થિતિસ્થાપક સમુદાયો અને વૈશ્વિક સિસ્ટમોમાં રોકાણ કરવા માટે નિવારક પગલાંઓ જરૂરી છે. સંકલન અને સર્વસમાવેશકતા હાંસલ કરવા માટે નવા-નવા અભિગમોની જરૂર છે. જોખમોને રોકવા અને ઘટાડવા માટે સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સિસ્ટમોને સુધારવા માટે હવે પગલાં લેવામાં આવે તો જ ભાવિ જોખમને શોધવાનું સંચાલન વધુ અસરકારક રહેશે.

આથી, હું માનું છું કે આપત્તિના જોખમમાં ઘટાડા અંગે જાગરૂકતા વધારવા અને સ્થિતિસ્થાપક સમાજનું નિર્માણ કરવા માટે જ્ઞાન વ્યવસ્થાપન અને સહભાગીઓ વચ્ચે અનુભવોની વહેંચણી માટે જરૂરી સિસ્ટમો અને પ્લેટફોર્મ સ્થાપિત કરવાની અમારી નૈતિક જવાબદારી છે.

ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (ડીઆરએમ)ના ક્ષેત્રમાં ક્ષમતા વિકાસ દ્વારા સ્થિતિસ્થાપકતાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલમાં અમારી સાથે જોડાવા હું તમામ હિતધારકોને ભારપૂર્વક અપીલ કરું છું.