જી.આઈ.ડી.એમ. અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે સમજુતી કરાર થયા

જી.આઈ.ડી.એમ. અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે સમજુતી કરાર થયા

Date: 23/07/2017
જી.આઈ.ડી.એમ. અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે સમજુતી કરાર થયા

આપત્તિ-પ્રતિરોધક બાંધકામ ટેકનોલોજી અને ફાયર સેફ્ટીના ક્ષેત્રોમાં સાથે મળી કામ કરવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (આઈઆઈટી-જીએન) વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા.

સહકાર ક્ષેત્ર:

  • અગત્યના માળખાકીય સલામતી માટે આપત્તિ ઘટાડાની સાથે સંકળાયેલા મુદ્દાઓને સંબોધવા માટે ફાયર સેફ્ટી અને ક્ષમતાની દિશામાં ક્ષમતા નિર્માણ જ્ઞાન વધારવું.
  • સંયુક્ત સંશોધન, કન્સલ્ટન્સી, આપત્તિ-પ્રતિરોધક બાંધકામ ટેકનોલોજી અને ફાયર સલામતી પર તાલીમ અભ્યાસક્રમોનું વિતરણ વિગેરે હાથ ધરવું,
  • આપત્તિ-પ્રતિરોધક બાંધકામ ટેકનોલોજી સંબંધિત કેપેસીટી બિલ્ડીંગ કરવું.

જી.આઈ.ડી.એમ. મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને આઈઆઈટીજીએનના ડિરેક્ટર પ્રોફેસર શ્રી સુધિર કે. જૈન દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.