જી.આઈ.ડી.એમ. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સમજુતિ કરાર થયા

જી.આઈ.ડી.એમ. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સમજુતિ કરાર થયા

Date: 24/07/2017
જી.આઈ.ડી.એમ. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સમજુતિ કરાર થયા

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જી.આઈ.ડી.એમ. ) અને ગુજરાત યુનિવર્સિટીએ બન્ને ઉચ્ચ સંસ્થાઓ વચ્ચે લાંબા ગાળાના સંબંધો બનાવવા માટે સમજૂતી કરાર કર્યા.

બન્ને સંસ્થાઓ શક્ય તેટલા શક્ય મુદ્દે સહકાર દ્વારા આપત્તિ નિવારણ, શમન અને સંચાલનમાં તાલીમ મેળવવા માટે રાજ્ય અને તેના લોકોની મદદ કરવાની આશા રાખે છે.

GU અને GIDM વચ્ચેનાં સમજુતિ કરાર અન્વયે ગુજરાત યુનિવર્સિટી તાત્કાલિક તમામ કોલેજોમાં આપત્તિ-સંકળાયેલ તાલીમ કાર્યક્રમોની રજૂઆત કરશે.

આથી ગુજરાત રાજ્યનાં 3.5 લાખ વિદ્યાર્થીઓને વિષય સંબંધિત જરૂરી જ્ઞાન અને તાલીમ મળશે જે ફક્ત પોતાની જાતને જ બચાવવા નહિ પરંતુ રાજ્યમાં આપત્તિ સમયે કરવાના થતા વ્યવહારથી સજ્જ કરવામાં મદદ કરશે.

જી.આઈ.ડી.એમ. ના મહાનિર્દેશક શ્રી પી.કે. તનેજા અને ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યાએ સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.