Learning Management System

Learning Management System

Share

1. અભ્યાસક્રમનો પરિચય

લાંબા સમયથી આપણને શીખવવામાં આવ્યું છે કે આપત્તિઓ કુદરતી અને માનવસર્જિત બે પ્રકારની હોય છે. ખરું ને? પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે, વર્ષોના સંશોધન પર આધારિત તાજેતરના વિકાસ અનુસાર, તે સાબિત થયું છે કે આપત્તિઓ કુદરતી હોઇ શકે નહીં

આપણને સામાન્ય રીતે શીખવવામાં આવે છે કે ભૂકંપ, વાવાઝોડું એ આપત્તિઓના ઉદાહરણ છે. પરંતુ કલ્પના કરો કે જો ભૂકંપ આવે અને કોઈને ઇજા ન થાય અથવા કોઈ ઇમારતોને નુકસાન ન પહોંચ્યું હોય, તો શું આપણે તે ભૂકંપને આપત્તિ કહીશું? ભૂકંપ, વાવાઝોડું જેવી ઘટનાઓ આપત્તિ ત્યારે જ બને છે જ્યારે તે આર્થિક નુકસાન સાથે જાનમાલનું નુકસાન, અન્ય વિપરીત અસરો અને લોકોને ઇજા પહોંચાડવા માટેની નબળાઈઓ અને સંસર્ગ સાથે જોડાય છે. પરંતુ શું આપણને આપત્તિજોખમ (Disaster Risk), સંસર્ગ (Exposure) , નબળાઈ ( Vulnerability) અને પહોંચી વળવાની ક્ષમતા (Coping Capacity) જેવા પરિબળોના સંયોજન તરીકે જોવા માટે પૂરતી તાલીમ આપવામાં આવી છે?

સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે ની સંસ્થા (UNDRR) ના આપત્તિ જોખમ ઘટાડા માટે ના મહાસચિવના વિશેષ પ્રતિનિધિ મામી મિઝુટોરી કહે છે કે આ સમય “કુદરતી” આપત્તિને અલવિદા કહેવાનો છે. જ્યારે આર્થિક નુકસાનની સામે જાનમાલનું નુકસાન, અન્ય વિપરીત અસરો અને લોકોને ઇજા પહોંચાડવા માટેની નબળાઈઓ સંસર્ગો સાથે જોડાય છે ત્યારે કુદરતી સંકટ એક આપત્તિ બની જાય છે. ‘કુદરતી આપત્તિ’ શબ્દને બદલવા માટેના પ્રયસો માટે પ્રાકૃતિક આપત્તિ ઘટાડા માટે ના આંતરરાષ્ટ્રીય દાયકા 1990 ની સમાપ્તિ થઇ ત્યાર થી ચાલી રહ્યા છે. વધુ માહીતી https://www.preventionweb.net પર ઉપલબ્ધ છે

હકીકતમાં, આપણે ‘આપત્તિ’ શબ્દનો ઉપયોગ આકસ્મિક રીતે કરીએ છીએ, પરંતુ આપણાંમાંના ઘણાને એ ખબર નથી હોતી કે આપત્તિ શબ્દની ભારતમાં કાનૂની વ્યાખ્યા ઉપલબ્ધ છે.

એક વિષય અને અભ્યાસના ક્ષેત્ર તરીકે, આપત્તિ વ્યવ્સ્થાપનમાં (Disaster Management), છેલ્લા લગભગ એક દાયકા જેટલા સમયમાં અસાધારણ ફેરફારો થયા છે. દુર્ભાગ્યવશ, આપણા સમાજમાં આ પરિવર્તનનો ઘનિષ્ઠ અમલ કરવામાં અવ્યો / થયો નથી અથવા તેના પ્રત્યે સભાનતા જાગૃતિનો અભાવ છે. ઘણી વાર એવું કહેવામાં આવે છે કે એક જ આપત્તિ વર્ષોની મહેનત મારફત કરવામાં આવેલ વિકાસને પાછળ ધકેલી શકે છે અને તેમ છતાં, આપણે આપત્તિ અને વિકાસને એક જ સિક્કાના બે જુદા જુદા પાસાઓ તરીકે જોવામાં નિષ્ફળ જઈએ છીએ.

આ સાતત્યપૂણૅ વિકસતા ક્ષેત્રમાં આપણને શું શીખવવામાં આવે છે અને ખરેખર વૈશ્વિક સ્તરે શું સમજવામાં આવે છે તે વચ્ચેના આ સ્પષ્ટ અંતરને પારખીને અને જાગૃતિ ફેલાવવાના હેતુથી કે જેથી આપણો સમાજ ફક્ત આપત્તિઓનું સંચાલન કરવા માટે જ નહીં પણ આપત્તિના જોખમોનું સંચાલન કરવા માટે પણ પૂરતો સક્ષમ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા (GIDM) એ આપત્તિ જોખમ વ્યવસ્થાપન (Disaster Risk Reduction) પર આ 5 કલાકનો બેઝિક કોર્સ બનાવ્યો છે.

2. તમારે આ અભ્યાસક્રમમાં શા માટે જોડાવું જોઈએ?

હવે , એટલું તો સમજાયું છે કે કોઈ આપત્તિ અટકાવી શક્ય છે, તે પણ સાબિત થયું છે કે તે આપત્તિઓનું સંચાલન કરવા કરતાં આપત્તિ ના જોખમો ઘટાડવા તે વધુ અર્થપૂર્ણ બની રહે છે. આપત્તિ જોખમ ઘટાડવા અંગે યોજાયેલ વિશ્વ પરિષદમાં (Sendai, 2015) 180 થી વધુ દેશોના પ્રતિનિધિઓ દ્વારા પણ આ બાબત માન્ય રાખવામાં આવી છે કે આપત્તિ જોખમ વ્યવસ્થાપન (Disaster Risk Management) એ દરેકની જવાબદારી છે. આમ આપત્તિના જોખમોનું સંચાલન કરવા માટે, વ્યક્તિએ તેના મૂળભૂત તત્વો અંગે જાગૃતિ કેળવવી જરુરી છે, અને જીઆઈડીએમ દ્વારા પ્રસ્તુત 5 કલાકનો અભ્યાસક્રમ આપત્તિ જોખમને સમજવા બાબતે આધાર પૂરો પાડી, તેનું સંચાલન કરવા માટે દરેકને સક્ષમ બનાવી શકે છે.

આ અભ્યાસક્રમ ક્ષેત્રના અનુભવોને નવીનતમ સંશોધન સાથે સાંકળીને શક્ય તેટલી રસપ્રદ રીતે તેના મૂળભૂત તત્વોને સમજાવે છે. આ અભ્યાસક્રમના દરેક એકમોની રચના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે (ભારત) તાજેતરના વિકાસ જેવા કે સેન્ડાઇ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (SFDRR 2015 - 2030), સાતત્યપૂર્ણ વિકાસ માટેનાં 2030 ના એજન્ડા ( Sustainable Development Goals) અને માનનીય વડા પ્રધાનના 10 પોઈન્ટ એજન્ડા વગેરેને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે.

આ અભ્યાસક્રમ દ્વારા , જીઆઈડીએમ આપત્તિ જોખમ વ્યવસ્થાપનના મૂળ તત્વોને શક્ય તેટલું દરેક સુધી પહોંચાડવા માંગે છે. જીઆઈડીએમ ભારપૂર્વક માને છે કે આપતી જોખમ વ્યવસ્થાપન (Disaster Risk Management) ને ફક્ત સંશોધકો, શિક્ષણવિદો અને ક્ષેત્રમાં કામ કરતાં વ્યાવસાયિકોના વિષય તરીકે માનવું જોઈએ નહીં અને આપત્તિ જોખમ વ્યસ્થાપન એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણે વિચારવાની જરૂર વૈશ્વિક સ્તરે પરંતુ કામગીરી કરવાની જરૂર સ્થાનિક સ્તરે છે.

3. આ અભ્યાસક્રમમાં શું અપેક્ષાઓ રાખી કામ શકાય?

આ કોર્સ 3 શૈક્ષણિક એકમોથી બનાવવામાં બનેલો આવેલો છે. જેમાં વિડિઓઝ, વિડિઓઝની ટ્રાન્સક્રિપ્ટ્સ, વિવિધ વાંચનસામગ્રીઓ અને મૂલ્યાંકન આપવામાં આવેલ છે.

એકમ 1: આપત્તિના જોખમો બાબતની સમજણ

એકમ 1 નું પહેલું સત્ર, અભ્યાસક્રમમાં ભાગ લેનારાઓને આપત્તિ,સંકટ, સંસર્ગ, નબળાઈ, આપત્તિને પહોંચી વળવાની ક્ષમતા વગેરે જેવી મૂળભૂત પરિભાષાઓ અને તેમના અર્થ સાથે પરિચય આપે છે.

બીજા સત્રમાં આપત્તિ જોખમ (Disaster Risk) ની વિભાવના અંગે ચર્ચા કરવામાં આવી છે અને તેને આપત્તિ (ડિઝાસ્ટર), આપત્તિ વ્યવસ્થાપન ( Disaster Risk) વગેરેની સ્થાપિત વ્યાખ્યાઓ સાથે સાંકળે છે.

એકમ 2: આપત્તિ જોખમ વ્યવસ્થાપન બાબતની સમજણ

એકમ 2 , આ યુનિટમાં આપત્તિ જોખમ વ્યસ્થાપન(Disaster Risk Management) ના મૂળભૂત બાબતોની ચર્ચા કરે છે. જે આપત્તિ ચક્ર(Disaster Cycle) અથવા આપત્તિ વ્યવસ્થાપન ચક્ર (Disaster Management Cycle) તરીકે ઓળખવામાં આવે છે.યુનિટ આ પ્રકારના વિવિધ શબ્દોને પરિભાષિત કરે છે.

એકમ 3: દુનિયા અને દેશમાં આપત્તિ જોખમ વ્યવસ્થાપનની પરિસ્થિતિ

એકમ 3 નું પહેલું સત્ર,આપત્તિ વ્યવસ્થાપન ના ક્ષેત્રની ઉત્ક્રાંતિ બાબતે ચર્ચા કરવામાં આવેલ છે, જેમાં “આપત્તિઓનું સંચાલન” થી લઈ ને “આપત્તિના જોખમોનું વ્યવસ્થાપન” કરવાના વિચાર પર ભાર મુકવામાં આવ્યો છે. આ સત્ર, મુખ્યત્વે, વિકાસના વૈશ્વિક દ્રશ્ય અને વૈશ્વિક સ્તરે આપત્તિ જોખમ વ્યવસ્થાપન (DRM) ની કાર્યપદ્ધતિ અને સાધનો (મશીનરી) ની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવી છે.

બીજા સત્રમાં ભારત તેમજ ગુજરાત રાજ્યમાં આપત્તિ જોખમનું વ્યવસ્થાપન (DRM) ની કાર્યપદ્ધતી અને શાસન (Governance) અંગે ચર્ચા કરવામાં આવી છે.

4. આ અભ્યાસક્રમમાં કોણે જોડાવું જોઈએ?

આ અભ્યાસક્રમ નીચેના વ્યક્તિઓ/ વ્યવસાયીઓ માટે યોગ્ય છે.

  • ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ (Higher) માધ્યમિક શાળાઓના શિક્ષકો
    • આ કોર્સ તેમને આપત્તિ જોખમોનું વ્યવસ્થાપન (DRM) ની મૂળભૂત બાબતોથી માહિતગાર થવા અને તેમના વિદ્યાર્થીઓને આપત્તિના જોખમોનું વ્યવસ્થાપન મૂળભૂત વિભાવનાઓને સમજવામાં મદદ કરશે.
    • આ અભ્યાસક્રમ, ૨૦૧૬ ની રાષ્ટ્રીય શાળા સલામતી નીતિના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવે છે અને જીઆઈડીએમ અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે પ્રસ્થાપિત કરવામાં આવેલ સર્વગ્રાહી શાળા સલામતી (Comprehensive School Safety) ના હેતુ ને અનુસરે છે
  • ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ
    • આપત્તિ વ્યવસ્થાપન એક પ્રકરણ તરીકે તો અભ્યાસક્રમનો એક ભાગ છે અને આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓની સમજને વધુ દ્રઢ બનાવશે અને આપત્તિ જોખમ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વધુ માહિતગાર કરવા પ્રેરિત કરશે.
    • આપત્તિના જોખમને સમજવું અને તેના દ્વારા તેનું સંચાલન કરવું એ દરેકની જવાબદારી છે અને તેથી આવનારી પેઢીનું પ્રતિનિધિત્વ કરનારાઓએ આપત્તિ જોખમની કલ્પનાથી માહિતગર રહેવું મહત્વનું છે.
    • આ કોર્સ 8 થી 10 ના વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ યોગ્ય છે, પરંતુ તેઓને માર્ગદર્શક આપવા માટે તેવા એક પ્રશિક્ષિત શિક્ષકની જરુરિયાત રહે છે, જેમણે પોતે આ અભ્યાસક્રમ દ્વારા તાલીમ મેળવેલ હોય.
  • કોલેજો અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો (વ્યાખ્યાતાઓ, પ્રોફેસરો)
    • ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના પ્રાધ્યાપકો (HEIs) પણ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે, જે આપત્તિ જોખમ અને તેના વ્યવસ્થાપનની વિભાવનાને અભ્યાસની વિવિધ શાખાઓમાં સમાવેશ કરવામાં મદદ કરી શકે.
    • આ કોર્સ એઆઈસીટીઈ(AICTE) દ્વારા દર્શાવેલ ડીઝાસ્ટર મેનેજમેન્ટના અભ્યાસક્રમને સમકક્ષ છે.
  • બધા ક્ષેત્રોના સ્નાતક (Undergraduate) કક્ષાના વિદ્યાર્થીઓ
    • આપત્તિ જોખમોનું વ્યવ્સ્થાપન એ એક આંતર-શાખાકીય વિષય છે અને તેથી મુજબ રજૂ કરવામાં આવવો જોઈએ. આ અભ્યાસક્રમ કે જે યુજીસીના યુજીસીના નિર્દેશો મુજબ ફરજિયાત વિષય હોવો જોઈએ તે આપત્તિના જોખમોનું વ્યવ્સ્થાપન (ડીઆરએમ) ની સમજને વધુ વિસ્તૃત કરશે.
  • અનુસ્નાતક (Postgraduate) ક્ક્ષાના વિદ્યાર્થીઓ
    • અનુસ્નાતકના અભ્યાસની વિશેષતા, વિદ્યાર્થીને કોઈ વિષયના કોઇ ખાસ કેન્દ્રિત ક્ષેત્રમાં તેની કુશળતા વિકસાવવા માટે સમર્થ બનાવે છે. તેમ છતાં જો તેનો વિષય આપત્તિ જોખમોનું વ્યવ્સ્થાપન (ડીઆરએમ) અથવા તેને સંલગ્ન વિષયો જેવા કે , હવામાન પરિવર્તન, જળવિજ્ઞાન, ભૂકંપ વિજ્ઞાન વગેરે જેવા વિષયો સબંધિત બાબતોનો હોય તો આપત્તિ ના જોખમોનું વ્યવ્સ્થાપન(DRM) વિશેની મૂળભૂત સમજ વિકસાવવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના દેખીતા અંતરને દૂર કરવામાં પણ મદદ કરશે, કારણ કે આ અભ્યાસક્રમ સંશોધન અને અભ્યાસના આંતરવ્યવહારને સરળ બનાવે છે.
  • તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીનો વહીવટી સ્ટાફ
    • આ અભ્યાસક્રમનો તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના વહીવટી કર્મચારીઓને ઘણો ઉપયોગી થશે. કારણ કે, આ તેમને આપત્તિના જોખમોને સમજવામાં અને તેમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે.
  • રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર, કોર્પોરેટ અથવા અન્ય તમામ ક્ષેત્રના વહીવટી વડાઓ જે નિર્ણયકર્તાઓ હોય છે.
    • આ કોર્સ આવા લોકોને સમજવા માટે મદદ કરશે કે વિકાસ અને આપત્તિ જોખમ સંચાલન એક જ દ્રશ્તિકોણ જોવાની જરૂર છે.

વધુ માં, આ કોર્સ કોઈપણ વ્યક્તિ કે જે આપત્તિ જોખમ સંચાલન (DRM) ની મૂળભૂત સમજ વિકસાવવા માંગતા હોત તે દરેક જોડાઇ શકે છે.

5. આ અભ્યાસ્ક્રમમાં કઇ રીતે જોડાઇ શકાય?

આ અભ્યાસ્ક્રમ DIKSHA પોર્ટલ પર ઉપલબ્ધ છે. એ ઉપરાંત YouTube પર પણ અહી આપેલી લીંક દ્વારા આ અભ્યાસક્રમ વિષે જાણી શકો છો.https://www.youtube.com/watch?v=7FsKGUgyQv4.

આ અભ્યાસક્રમમાં કઈ રીતે જોડાવું તે માટે એક SoP તૈયાર કરેલ છે, જેની મદદ વડે તમે આ અભ્યાસક્રમ માં નોંધણી કરી તેમાં જોડાઈ શકશો.

SoP માટે અહીં આપેલ લીંક પર ક્લિક કરો.

વધુ માહિતી મેળવવા માટે તમે eaapm-gidm@gujarat.gov.in, or, lms-gidm@gujarat.gov.in પર સંપર્ક કરી શકો છો.

`