જી.આઇ.ડી.એમ. અને એ.ડી.પી.સી.  વચ્ચે આપત્તિઓના વ્યવસ્થાપન પર ક્ષમતા નિર્માણ માટે સમજૂતી કરાર થયા

જી.આઇ.ડી.એમ. અને એ.ડી.પી.સી. વચ્ચે આપત્તિઓના વ્યવસ્થાપન પર ક્ષમતા નિર્માણ માટે સમજૂતી કરાર થયા

Date: 21/03/2018
જી.આઇ.ડી.એમ. અને એ.ડી.પી.સી.  વચ્ચે આપત્તિઓના વ્યવસ્થાપન પર ક્ષમતા નિર્માણ માટે સમજૂતી કરાર થયા

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટર (એડીપીસી) બેંગકોક, થાઈલેન્ડ વચ્ચે 21મી માર્ચ, 2018 ના રોજ જીઆઈડીએમ, ગાંધીનગર ખાતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.

સમજૂતી કરારમાં સમુદાયો માટે આપત્તિ જોખમ ઘટાડવા પર અસરકારક તાલીમ અભ્યાસક્રમો પહોંચાડવા અને તેમની સ્થિતિસ્થાપકતા વધારવા માટે નવી અને ઉભરતી થીમ્સ પર સંયુક્ત સંશોધન અને તાલીમ હાથ ધરવા વિગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સહકારનો વિસ્તાર:

  • ડીઝાસ્ટર રીસ્ક રીડક્શન (ડીઆરઆર) તાલીમ અને ક્ષમતા વિકાસ
  • ડીઆરઆર વિશે જ્ઞાન,પ્રયોગનું આદાન – પ્રદાન અને સંયુક્ત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા

જી.આઇ.ડી.એમ. નાં મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને એડીપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હંસ ગુટમેન દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.