પ્રદર્શન કક્ષ

પ્રદર્શન કક્ષ

પ્રદર્શન કક્ષ

આપત્તિ અંગેની સમજણ એ આપત્તિનાં જોખમો ઘટાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપત્તિ વ્યવસ્થાપનના જુદા જુદા પાસાઓ / કલ્પનાઓની સમજણ આવે તે માટે જીઆઈડીએમ પ્રદર્શન કક્ષ વિકસાવવાની પ્રક્રિયામાં છે. એક્ઝીબીશન હોલ એક આકર્ષક ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરશે જેમાં દ્રશ્ય, શ્રાવણ અને સ્પર્શનો સંવેદાનાત્મક અનુભવ થશે જે મનને ઉત્તેજીત કરશે અને આપત્તિઓ અને તેના વ્યવસ્થાપનના વિવિધ પાસાઓને શીખવાની ઇચ્છા પુરી પાડશે.

પ્રદર્શન કક્ષ અંગે એવી દ્રષ્ટિ રાખવામાં આવી છે કે તે સબળ અને ઉદાહરણાર્થ હોય. અને જુદી જુદી વિપત્તિઓ જેવી કે વાવાઝોડાં, ભૂકંપ, પૂર, આગ, જમીન ઘસવી, રાસાયણિક, સુનામી માટેની અતિ અગત્યની માહિતિ દર્શાવશે. અને અથવા યોગ્ય વિષયોને અધ્યતન પ્રોદ્યોગિકી દ્વારા દર્શાવવામાં આવે જેવી કે,

  • વર્ચ્યુઅલ રિયાલીટી (વાસ્તવિક હકીકતો),
  • ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ (IOT) ,
  • અદ્યતન કરવાની પધ્ધતિ ,
  • ઈન્ટર એક્ટિવ સ્ક્રીન્સ (ક્રિયા પ્રતિક્રિયાત્મક પડદા) ,
  • સ્ટીમ્યુલેશન અને ગેઈમ્સ (ઉદ્દિપ્ત કરવાનું અને રમતો) ,
  • એક્સપરીમેન્ટસ અને મોડેલ્સ (પ્રયોગો અને નમૂનાઓ)

પ્રદર્શન કક્ષા માટે પાંચને સમાવવાનું તત્વજ્ઞાન એ છે કે (૧) રજું કરવું (પ્રદર્શન કક્ષના વિષયને રજુ કરવો) (૨) જણાવવું (આપત્તિનાં જોખમને ઘટાડવાની જરૂરિયાત) (૩) પ્રવૃત્તિ / સામેલ કરવું (અનુભવની આપ લે) (૪) સુચના આપવી (સુધારના પગલાં અંગેના સ્પન ને આપવું. (૫) પ્રેરણા આપવી (સુધારાત્મક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવું) આ યોજના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) ના ટેકનીકલ સમર્થન થી અમલમાં મુકવામાં આવી રહેલ છે.