ક્રોકે

ક્રોકે

ક્રોકે

ક્રોકે એ એવી રમત છે કે જેમાં પ્લાસ્ટીક અગર લાકડાના દડાને ઘાસના રમતના મેદાનમાં બેસાડેલ લોઢાની કમાનમાંથી લાકડી વડે પસાર કરવાનો હોય છે. તે યુવાન અને વૃધ્ધ અને મહિલા અને પુરુષ સમાન રીતે રમી શકે છે. જીઆઇડીએમ તેના મહેમાનો અને તાલીમાર્થીઓ માટે ક્રોકેની સવલત ધરાવે છે. તે જીઆઇડીએમ ના ફેસીલીટી મેનેજર પાસેથી મેળવી શકાય છે.

રમતનો હેતુ લાકડી વડે દડાને ઘાસના મેદાનમાં આગળ વધારવાનો અને સાચા ક્રમમાં અને સાચી દિશામાં કમાનમાંથી પસાર કરીને ગુણાંક મેળવવાનો છે. જે પક્ષ સૌપ્રથમ કમાનમાંથી એક વખત દડાને પસાર કરીને એક ગુણાંક પ્રમાણે 9 ગુણાંક મેળવીને પૂર્ણ કરે તે પક્ષ વિજેતા છે.