- Site Counter:2,978,164
- Visitors:
- Today:447
- This week:20,088
- This month:90,587
- This year:785,527
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને રક્ષા શક્તિ યુનિવર્સિટી (આરએસયુ) વચ્ચે 5મી એપ્રિલ, 2018 ના રોજ જીઆઈડીએમ, ગાંધીનગર ખાતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સહકારનો વિસ્તાર:
સમજૂતી કરારમાં આપત્તિઓ દરમિયાન અસરકારક સંચાલન માટે પોલીસ, હોમ ગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ અને અન્ય સંબંધિત સમાન સેવાઓની ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આનાથી આપત્તિ જોખમ ઘટાડવા પર અસરકારક તાલીમ અભ્યાસક્રમો પહોંચાડી શકશે અને ઉભરતી થીમ્સ પર સંયુક્ત સંશોધન અને પ્રશિક્ષણ હાથ ધરવા બંને સંસ્થાઓને મજબૂતાઈ પણ મળશે.
જી.આઇ.ડી.એમ નાં મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા, અને રક્ષા શક્તિ યુનિવર્સીટીનાં મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.